નવસારીથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકી ફૈઝાનની પૂછપરછ દરમિયાન અત્યંત ગંભીર ખુલાસા થયા છે. ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માર્ચમાં 7 વ્યક્તિઓની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો
આતંકી ફૈઝાનની પૂછપરછમાં જે જાણવા મળ્યું છે તેને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ રિમાન્ડમાં આતંકીએ ખુલાસો કર્યો હતો કે જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.












