ગાંધીનગરના સેક્ટર-4 માં બે વર્ષ પહેલા પૂરી કરાયેલ તળાવ ફરી ખોદીને ડેવલપમેન્ટ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 5 કરોડના ખર્ચે આ તળાવને નવેસરથી તૈયાર કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોર્પોરેશનને તળાવને જીવંત કરવા પત્ર લખાયો હતો
બે વર્ષ પહેલા આ તળાવ કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો નાખીને પૂરી દેવાયું હતું.જેના કારણે તેનો ઉપયોગ ન થઇ શક્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોર્પોરેશનને તળાવને જીવંત અને ઉપયોગી બનાવવા પત્ર લખવામાં આવ્યો હતો, અને હવે ગાંધીનગર કોર્પોરેશને કાર્ય શરૂ કર્યું છે.













