ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓ ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આક્રમક મૂડમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગ ગણાતા 'ઘ' રોડ પર મનપાની ટીમે ત્રાટકીને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણોનો સફાયો કર્યો હતો.
'ઘ' રોડ પરથી લારી-ગલ્લાના ખડકલા દૂર કરાયા
ગાંધીનગરના 'ઘ' રોડ પર લાંબા સમયથી લારી-ગલ્લા અને પથારાવાળાઓએ ફૂટપાથ અને મુખ્ય માર્ગો પર દબાણ જમાવ્યું હતું. મનપાની દબાણ હટાવો શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ તમામ ગેરકાયદે બાંધકામો અને લારીઓ દૂર કરી હતી. આ કામગીરીને પગલે વર્ષોથી સાંકડા બનેલા રસ્તાઓ હવે મોકળા બન્યા છે.













