ગુજરાતમાં જિલ્લાઓમાં વિકાસ કામો માટે અગાઉ સરકારે પ્રભારી સચિવોની નિમણૂક કરી હતી. આ સચિવો દ્વારા જિલ્લામાં થતાં વિકાસ કામોની સમીક્ષા કરવાની હતી. પરંતુ હાલમાં વહીવટી કારણો સર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થતાં પ્રભારી સચિવોની બદલી અને બઢતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 21 પ્રભાવી સચિવોની ફેરબદલીનો આદેશ આપ્યો છે.



21 પ્રભારી સચિવોની નિમણૂકમાં ફેરફાર કર્યો

રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં નિમણૂક કરવામાં આવેલા 21 પ્રભારી સચિવોની નિમણૂકમાં ફેરફાર કર્યો છે. કેટલાક અધિકારીઓની બદલી કરાઈ છે જ્યારે કેટલાક જિલ્લામાં પ્રભારી બદલાયા છે. સામાન્ય વહિવટ વિભાગે બદલી અને બઢતીનો નિર્ણય કર્યો છે. અમદાવાદ જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે એમ.થેન્નારસનને મુકવામાં આવ્યા છે. જ્યારે આણંદ જિલ્લાની જવાબદારી નિયામક જીપીસીએલ અવંતિકા સિંહને સોંપાઈ છે.ગાંધીનગર જિલ્લાની જવાબદારી ડો વિનોદ રાવને સોંપાઈ છે.


રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ 

આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. એક પછી એક વિકાસના કામોનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર નવી યોજનાઓ અને ખેડૂતો સહિતના નાગરિકો માટે ફાયદાકારક નિર્ણયો લઈ રહી છે. ત્યારે જિલ્લાઓમાં વિકાસ કામો થાય છે કે નહીં અને કયું કામ ક્યાં પહોંચ્યું અને કામની ગુણવત્તા કેવી છે તેનું મોનિટરિંગ કરવા માટે પ્રભાવી સચિવોની નિમણૂંક કરી હતી. પરંતુ તેમા ંફેરફાર કરી હવે પ્રભારીઓને બદલવામાં આવ્યા છે અને ક્યાંક નવા અધિકારીઓની બદલી કરવામાં પણ આવી છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકારે વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી



  • Follow us on: