વર્ષ 2024માં રાજ્યમાં 84,738 કેસ નોંધાયા હતા અને રોજના સરેરાશ 265 ઇમરજન્સી કોલ નોંધાયા હતા, હૃદય રોગની બીમારીથી રોજ 200થી વધુના મોત થયા છે અને અમદાવાદમાં સૌથી વધુ 26,823 કેસ નોંધાયા છે, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, તણાવ મુખ્ય કારણ સામે આવ્યું છે, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ પણ હૃદય માટે જોખમી છે, યુવાનોમાં હૃદય રોગના વધતા કેસ ચિંતાજનક.


ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2025માં હૃદય રોગને લગતી ઈમરજન્સીના 99,789 કેસ નોંધાયા છે

જે ગત વર્ષ ૨૦૨૪માં ૮૪,૭૩૮ કેસ હતા, આમ ગુજરાતમાં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં એક વર્ષમાં ૧૨.૪૬ ટકાનો વધારો નોંધાયો છે. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળેલા કોલ્સના આ ૨૫મી ડિસેમ્બર સુધીના લેટેસ્ટ આંકડા છે. એક રીતે ગુજરાતમાં હૃદયરોગની ઈમરજન્સીના ગત વર્ષે રોજના ૨૩૨ કેસ હતા, જે આ વર્ષે રોજના ૨૬૫ કેસ થયા છે. ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિના હોસ્પિટલે સારવાર માટે દોડનારા દર્દીના આંકડા પણ મોટા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં જ હૃદય રોગની બીમારીને કારણે ૭૪,૭૭૭ દર્દીઓનાં મોત થયાં છે, આમ રોજના ૨૦૪થી ૨૦૫ લોકોએ આ બીમારીથી દમ તોડયો છે, જે ચિંતાજનક છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 26,823 કોલ્સ આવ્યા હતા

જે ૨૦૨૪માં ૨૪,૮૩૬ કેસ હતા. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા હતા, જેમને તાબડતોબ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. તબીબોનું કહેવું છે કે, ઝડપી અને અનિયમિત જીવન શૈલી, તણાવ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ સહિતના જુદા જુદા કારણો આ બીમારી માટે જવાબદાર મનાય છે.

યુવાનોમાં પણ હૃદય રોગની બીમારીના કિસ્સા વધ્યા છે

હૃદયની તકલીફથી પીડાતાં હોય તેવા દર્દીએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તબીબી સલાહને અનુસરી હળવી કસરત કરવી જોઈએ. આજે પણ આકસ્મિક મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, છાતીમાં ભારે લાગવું, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભળાય, પરસેવો થાય, કમજોરી લાગે, આંખે અંધારા આવે, જડબામાં દુઃખે, હાથ ભારે લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય તો એ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.

શહેર કેસની સંખ્યા

અમદાવાદ - 26823

સુરત -7918

રાજકોટ -5958

વડોદરા - 5051

ભાવનગર - 964

જુનાગઢ - 3485

જામનગર - 3302

ગાંધીનગર -  2711

અમરેલી - 2596

કચ્છ -  2268

નવસારી - 2077

આણંદ - 2041

વલસાડ -  1962


આ પણ વાંચો : Surat News : સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો ઉગ્ર વિરોધ, વેપારીઓેને ફાળવેલ જગ્યામાં ગંદકી અને પ્રદૂષણની મોટી સમસ્યા હોવાનો આક્ષેપ


  • Follow us on: