સુરતના વેપારીઓને પાંડેસરા GIDCમાં જગ્યા આપતા વિરોધ કરવામાં આવ્યો છે, ફાળવેલ જગ્યામાં ગંદકી-પ્રદૂષણને લઇ વિરોધ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, વેપારીઓનો આક્ષેપ છે કે, ગ્રાહકો ન આવી શકે તે પ્રકારની જગ્યા અમને ફાળવવામાં આવી છે, અને અન્ય જગ્યા આપવા વેપારીઓએ કરી માગ.
સુરતના પાંડેસરાના શિવાજી શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ
સુરતના ઉધના સાઉથ ઝોન ખાતે 400 થી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે, શિવાજી ફ્રૂટ માર્કેટના વેપારીઓને પાંડેસરા જીઆઈડીસીમાં જગ્યા આપતા વિરોધ કરાયો છે, પાંડેસરા જીઆઈડીસી વાળી જગ્યાએ ગંદકી અને પ્રદૂષણ હોવાને કારણે વિરોધ નોંધાવ્યો છે, ગ્રાહકો પણ ન આવી શકશે તે પ્રકારની જગ્યા છે તેવો આક્ષેપ વેપારીઓનો છે, અને વેપારીઓનું કહેવું છે કે, અમને અલગ અને સારી જગ્યા ફાળવવામાં આવે.
સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટનું લોકાર્પણ કરાયું હતુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં APMC દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ શાક માર્કેટ'નું લોકાર્પણ 13 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું છે. જમીનની અછત અને આધુનિકીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ માર્કેટને સામાન્ય બજારોથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે, આ એલિવેટેડ માર્કેટને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અત્યંત આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.મોટા અને ભારે વાહનો માલસામાન સાથે સરળતાથી ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે.વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Agriculture News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ