તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ બેંકર્સ લેવલની એક બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ બેંકના મેનેજરોને અપીલ કરી હતી. તેમણે આજે તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી બેઠક યોજી હતી. જેમાં તમામ SP અને શહેર પોલીસ કમિશનરોને સાયબર ક્રાઈમને લઈને કેટલાક નિર્દેષ આપ્યા હતાં.


સમયસર વિગતો ન આપનાર બેંકોને અપાશે નોટિસ

નાયબ મુખ્યમંત્રીએ પોલીસને સાયબર ક્રાઈમના કેસમાં બેંકમાંથી વિગતો નહીં મળતી હોવાની ચર્ચા કરી હતી. જેથી બેંકના જનરલ મેનેજર સાથે બેઠક કરવા સૂચના આપવામાં આવી હતી. અનેક કેસમાં બેથી ત્રણ મહિના સુધી બેંક દ્વારા પોલીસને તપાસ માટે વિગતો આપવામાં આવતી નથી તેવી બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જેથી નાયબ મુખ્યમંત્રીએ પોલીસને સૂચના આપી હતી. હવે સમયસર વિગતો નહીં આપનાર બેંકોને નોટીસ આપવાની સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: દિલ્હી કોલ સેન્ટર રેકેટના તાર અમદાવાદ પહોંચ્યા, CBIએ ઘાટલોડિયામાં ચાર વ્યક્તિઓની પુછપરછ કરી



  • Follow us on: