ગુજરાતના શિક્ષણ વિભાગના એક નિર્ણયથી શિક્ષકોને કામગીરીમાં રાહત મળી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી છે. રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે. જેમાં શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને સૂચના આપી છે કે, હવેથી પ્રાથમિક વિભાગના શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય. તેમણે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના આપી છે. રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી હવેથી પ્રાથમિક શિક્ષકો પાસે નહીં કરવી શકાય.













