ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે ઉમેદવારી નોંધાવી છે.


ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે

ભાજપ તરફથી રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કરશે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ-આપ ઉમેદવારો ઉભા નહી રાખે

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હાલ કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા દેખાતી નથી. જો વિરોધ પક્ષ તરફથી કોઈ હરિફ ઉમેદવાર નામાંકન દાખલ નહીં કરે તો ચૂંટણી યોજવાની જરૂર રહેશે નહીં અને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ શકે છે.

ફોર્મ પાછા ખેંચવાની 11 જૂન અંતિમ તારીખ

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 9 જૂનના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવા માટે 11 જૂન અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે રાજ્યસભાની બેઠકો માટે મતદાનની જરૂર પડશે કે નહીં.

ભાજપના ઉમેદવારોના બિનહરીફ વિજયની સંભાવના

ગુજરાતની આ રાજ્યસભા ચૂંટણી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિરોધ પક્ષ તરફથી ઉમેદવાર ન ઉતારવાના સંકેતો વચ્ચે ભાજપના ચારેય ઉમેદવારોના બિનહરીફ વિજયની સંભાવના મજબૂત બની રહી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો----   Gujarat Latest News live : રાજ્યમાં વરસાદ સાથે ઉકળાટની આગાહી

  • Follow us on: