ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) અંતર્ગત ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવાથી ઘણા વાલીઓ જરૂરી દસ્તાવેજોના અભાવે ફોર્મ ભરી શક્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ મુદત વધારવાનો નિર્ણય લીધો છે.
હવે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે
શિક્ષણ વિભાગના નવા જાહેરનામા મુજબ, હવે વાલીઓ વધુ 6 દિવસ સુધી પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પ્રવેશ પ્રક્રિયા હવે 23 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ મુદ્દતમાં વધારો થવાથી જે વાલીઓ ટેકનિકલ કારણોસર કે ડોક્યુમેન્ટ્સના કારણે અટવાયા હતા, તેમને મોટી રાહત મળી છે.













