ગાંધીનગર મહાનગરપાલિકાની વૈદિક હોળીની પહેલ કરવામાં આવી છે. મનપા 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવશે. હોળી પર્વે લાકડાનો ઉપયોગ ઘટાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. એક કીટમાં 200 કિલો છાણા, પવિત્ર ધાન્યનો સમાવેશ થાય છે. આ સાથે વૈદિક હોળીની કીટમાં ગાયનું ઘી અને હવન સામગ્રીનો સમાવેશ થાય છે.
ગાંધીનગર મનપાનું પર્યાવરણલક્ષી અભિયાન
ગાંધીનગર મનપાના કાઉન્સિલર પોતાના વિસ્તારમાં નાગરિકોને વૈદિક હોળીની કીટ પહોંચાડશે. ગાંધીનગર મહાનગરપાલિકાનું સતત બીજા વર્ષે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વૈદિક હોળીની પહેલને લોકોને આવકારી છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરાશે. હોળી પર્વે લાકડાનો ઉપયોગ ઘટાડવા પર્યાવરણલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.













