રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપદ્ધતિ હેઠળ બનાવાયેલા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ આવાસ યોજના જેમ કે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી., એમ.આઇ.જી., હરીફાઇ , કેશલોન આવાસોના લાભાર્થીઓએ મૂળ હપ્તાની ચૂકવવાની બાકી રકમ પર ચડેલ દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવા અંગેની યોજના કાર્યરત છે. જે તા.૩૧/૦૧/ ૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ સુધી લાગુ રહેશે.


દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફીનો લાભ

અત્યાર સુધીમાં અંદાજિત ૪૬૫ લાભાર્થીઓએ મુદલની રકમ રૂ.૨,૭૯,૮૬,૭૭૩/- ભરી રૂ.૧૪,૨૯,૨૦,૮૫૭/-જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મેળવ્યો છે. જેથી મુદત પૂરી થાય તે પહેલા લાગુ પડતા બાકીના લાભાર્થીઓને બોર્ડની તમામ બાકી મૂળ હપ્તાની રકમ પૂરેપૂરી ભરપાઇ કરી દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.લાભાર્થી દ્વારા મુદ્દલ રકમ ભરપાઇ કર્યેથી તુરંત વિનામૂલ્યે લોન મુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ વિગત માટે લાભાર્થીઓ પેટા વિભાગ, ગાંધીનગર- ૯૨૧૩૦૧૬૫૯૪, પેટા વિભાગ, રાજકોટ- ૯૨૧૩૦૧૬૫૯૫ અને પેટા વિભાગ,વડોદરા – ૯૨૧૩૦૧૬૫૯૬નો સંપર્ક કરી શકે છે. એમ એસ્ટેટ મેનેજર, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ,ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી


  • Follow us on: