રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શુક્રવાર ગાંધીનગર શહેરના સેક્ટર 14 અને 15 ને જોડતા મુખ્ય માર્ગના વળાંક પાસે એક રિક્ષા અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર 14 અને 15 ના વળાંક પાસેથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અને પૂરપાટ ઝડપે આવતી કાર વચ્ચે અચાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના અવાજને પગલે આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.













