ગુજરાતમાં ગિફ્ટ સિટી સિવાયના વિસ્તારોમાં દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈન પોલીસી અમલમાં મુકી છે. ત્યારે ચૂંટણી દરમિયાન વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા પરમીટ ધારકો માટે નવું ભાવપત્રક જાહેર કર્યું છે. દારુ બંધી વચ્ચે પરમીટ ધારકો અને વિદેશી દારૂના વેચાણનું લાઈસન્સ ધરાવતા વેપારી માટે વિગતો સામે આવી છે.


2026-27 માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર

નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દારૂબંધીના અમલ વચ્ચે પરમીટ ધારકો માટે વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. પોલીસ વિભાગે વિદેશી દારૂનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે. વિદેશી દારૂની 636 બ્રાન્ડના ભાવમાં ફેરફાર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા 2026-27 માટે વિદેશી દારૂના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આયાતી દારૂના વેપારમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે. ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ભાવ પત્રક ઓનલાઈન મુકવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેટલીક જાણીતા બ્રાન્ડના નામ અને ભાવ

અમૃત સિંગલ માલ્ટ વ્હિસ્કી- 4040.53

સિવાસ રીગલ (12 વર્ષ જૂની)- 2484.85

બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ- 1777.53

બ્લેક ડોગ સેન્ટેનરી- 1535.11

એબ્સોલ્યુટ વોડકા- 1497.73

100 પાઇપર સ્કોચ- 1474.51

એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા- 1050.27


આ પણ વાંચોઃ Local Body Elections 2026: 'મત કે લીયે કુછ ભી કરેગા'! રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો આવી રીતે કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર


  • Follow us on: