ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગીરગઢડાના ધોકડવા બેડીયા રોડ પર બે કાર અને એક મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.



જોરદાર ટક્કરથી વાહનોના કુચ્ચા વળ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગીરગઢડાના ધોકડવા બેડીયા રોડ પરથી પસાર થઈ રહેલી બે કાર અને એક બાઇક વચ્ચે કોઈ કારણોસર સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોનો કુરચો બોલી ગયો હતો અને જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.


રાજકોટના કાર ચાલકનું મોત, 4ની હાલત અત્યંત નાજુક

આ કાળમુખા અકસ્માતમાં કાર ચલાવી રહેલા રાજકોટના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. લોકલાડીલા ચાલકના મોતના સમાચારથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઉપરાંત અકસ્માતની આ ઘટનામાં અન્ય 4 જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી છે, જે તમામને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી ચારેય લોકોની હાલત હાલ ચિંતાજનક હોવાનું જાણવા મળી રહ્યું છે.


ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે રોડ પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


આ પણ વાંચો -  Girના જંગલમાં ભેદી વાયરસની ચિંતા વચ્ચે સુખદ નજારો, 9 સિંહોનું ટોળું કુંડ પર પાણી પીવા આવ્યું


  • Follow us on: