દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લઈને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
મહાદેવનો જળાભિષેક અને પૂજા-અર્ચના
સોમનાથ આગમન પર વડાપ્રધાન મોદીનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સોમનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.













