મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવભક્તો માટે ખુશખબર છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર 15 ફેબ્રુઆરીએ સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. ભક્તિ, પૂજા અને ઉત્સવનો ત્રિવેણી સંગમ સોમનાથ ધામમાં સર્જાશે.
15 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક અવિરત ભક્તો માટે ખુલ્લું
મહાશિવરાત્રી 2026ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો મહાપર્વ ઉજવાવા જઈ રહ્યો છે. 15 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક અવિરત ભક્તો માટે ખુલ્લું રહેશે. લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન, પૂજન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે.













