આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના જાહેર સ્થળો પર રોશની કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ગીર સોમનાથમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિરમાં શિવભક્તિની સાથે દેશભક્તિનો પણ અનોખો સંગમ જોવા મળ્યો છે.
કેસરી ધજા અને ત્રિરંગા ધ્વજનો ભવ્ય શણગાર
સોમનાથ મંદિરમાં કેસરી ધજા અને ત્રિરંગા ધ્વજનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જય સોમનાથ સાથે ભારત માતાકી જયના નારા લાગ્યા છે. સોમનાથમાં હાલમાં વાતાવરણ દેશભક્તિ મય બન્યું છે. સોમનાથમાં ધાર્મિક આસ્થા સાથે દેશભક્તિના ગૌરવનો પણ સંદેશ અપાયો છે. સમગ્ર પરિસર ત્રિરંગા લાઈટીંગથી શોભાયમાન થયું છે.
આ પણ વાંચોઃ Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી













