ગીર સોમનાથ જિલ્લામાં રેલવેના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.હરમડીયા રેલવે સ્ટેશને ગ્રામજનો દ્વારા પ્રતીક ઉપવાસ રાખીને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ટ્રેન સેવાઓમાં ઘટાડો, કેટલીક ટ્રેનો બંધ કરવી તેમજ સમયપત્રકમાં થયેલા ફેરફારોને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને જુનાગઢ-દેલવાડા અને વેરાવળ-દેલવાડા રૂટ પર ટ્રેન સેવા બંધ થતાં રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને અવરજવર માટે વિકલ્પો શોધવામાં મુશ્કેલી પડી રહી છે.


માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નિર્ણયથી સમગ્ર વિસ્તારના પરિવહન પર અસર પડી છે.હરમડીયા સ્ટેશને યોજાયેલા વિરોધ દરમિયાન ગ્રામજનો સૂત્રોચ્ચાર સાથે રેલવે તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક સ્થળોએ તો આંદોલનકારીઓએ ટ્રેનો રોકીને તંત્રને ચેતવણી પણ આપી હતી.લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવે તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.સ્થાનિક આગેવાનો રેલવે તંત્રને તાત્કાલિક ચર્ચા માટે આગળ આવવાની માંગ કરી રહ્યા છે જેથી મુસાફરોની મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ લાવી શકાય.

આ પણ વાંચોઃ Mehsana News: કડી પાસે સ્કોર્પિયો કારમાં હથિયારો સાથે આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું



  • Follow us on: