ગોધરામાં રાજપૂત સમાજના સંગઠનની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક પળને વધાવવા માટે શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજ સંપૂર્ણ 'રાજપુતાના' અંદાજમાં જોવા મળ્યો હતો.
શૌર્ય અને પરંપરાના દર્શન
રેલીમાં સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ વિવિધ રજવાડી વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા. રેલીનું મુખ્ય આકર્ષણ બાઈક પર સવાર રાજપૂતાણીઓ હતી, જેમણે હાથમાં તલવાર સાથે શૌર્યપૂર્ણ કરતબ બતાવીને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કેસરીયા સાફા અને રજવાડી પોશાકમાં સજ્જ સમાજના લોકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કર્યું હતું.













