ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સંજય વાસાણીને રૂ.50,000ની લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં આજે કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ એસીબી (ACB) દ્વારા તપાસ અર્થે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લાંચનું છટકું અને ધરપકડ
ભુણાવા ટોલનાકા પાસે આવેલી 'જય ભવાની હોટલ' પર એસીબીએ સફળ છટકું ગોઠવીને સંજય વાસાણીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ એક પેટ્રોલ પંપની ફાયર NOC (No Objection Certificate) ની ફાઈલો મંજૂર કરાવવાના અવેજ પેટે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી. ભ્રષ્ટાચારના આ કેસમાં અધિકારી ઝડપાતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.













