રાજ્યમાં માંડ ઠંડીનો માહોલ જામ્યો હતો ત્યાં ફરી તાપમાનનો પારો ઊચકાતા ઠંડીનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, કંડલામાં 13.6 ડિગ્રી, કેશોદમાં 14 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.7 ડિગ્રી, ગાંધીનગરમાં 16.4 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી, દમણમાં 17.4 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, અમરેલી 16.6 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, પોરબંદરમાં 14.4 ડિગ્રી, મહુવામાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આજે એક ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું
આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે અને આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે તેવી આગાહી કરાઈ છે.સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
હિમાચલ પ્રદેશ-જમ્મૂ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેશે.જોકે રાત્રિના સમયે ઠંડી વધુ વધી શકે છે. આનાથી વિપરીત ઉનામાં ગઇ કાલે 28.2 ડિગ્રી સેલ્સિયસની સાથએ સૌથી વધારે તાપમાન જોવા મળ્યુ છે.
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.