26 ફેબ્રુઆરીના અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે અમદાવાદ 615માં સ્થાપના દિવસ ઉજવશે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેરની આજે દુનિયામાં પણ નોંધ લેવાઈ છે. સ્વતંત્રતાના સંઘર્ષથી લઈને આર્થિક ક્ષેત્રે કૂચ કરતું આ શહેર અદ્ભૂત ઇતિહાસ ધરાવે છે. લોકો હરવા-ફરવા માટે શહેરની બહાર જતા હતા ત્યાં આજે અમદાવાદમાં સુંદર સ્થાન છે જેની મુલાકાત તમારો આનંદ બમણો કરશે.


આજનું અમદાવાદ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ફેલાયેલું છે. પોળમાંથી બહાર નીકળી અમદાવાદનો વિસ્તાર આજે વધુ વિસ્તૃત થયો છે. જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વન ડે પિકનિકનો પ્લાન કરતા હોવ તો આ સ્થાન બેસ્ટ છે. શહેરમાં એવા અનેક સ્થાનો છે જે ભૂતકાળનો સાંસ્કૃતિક અને ઐતિહાસક વારસો બતાવે છે તો કેટલાક એવા સ્થળ પણ છે જે તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે. બાળકોથી લઈને વયસ્ક આ સ્થાનની મુલાકાત લઈ શકે છે. 

અમદાવાદના જોવાલાયક સ્થળ

સાબરમતી આશ્રમ : મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન. અહીંથી દાંડી કૂચની શરૂઆત થઈ હતી. શાંતિપૂર્ણ અને ઐતિહાસિક સ્થળ. સાબરમતી આશ્રમ એ ભારતની આઝાદીની ચળવળનું એક પવિત્ર અને ઐતિહાસિક કેન્દ્ર છે. સાબરમતી નદીના કિનારે આવેલો આ આશ્રમ મહાત્મા ગાંધીજીના જીવન, તેમના આદર્શો અને અહિંસક લડતનો સાક્ષી છે.

કાંકરીયા તળાવ : પરિવાર સાથે ફરવા માટે લોકપ્રિય સ્થળ. બોટિંગ, ઝૂ અને ટોય ટ્રેન જેવી સુવિધાઓ છે. આ એક ઐતિહાસિક તળાવ છે જે તેની સુંદરતા, પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું છે. આ તળાવનું નિર્માણ ૧૪૫૧ માં સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અંહી 1951 માં સ્થપાયેલું આ પ્રાણી સંગ્રહાલય વિવિધ વન્યજીવો અને પક્ષીઓ માટે જાણીતું છે. તેમજ બાલવાટિકામાં ખાસ કરીને બાળકો માટે બનાવેલો વિભાગ જેમાં મિરર હાઉસ, પ્લે હાઉસ અને પ્લેનેટોરિયમ જેવી સુવિધાઓ છે.

અડાલજની વાવ : સુંદર કોતરણીવાળી ઐતિહાસિક વાવ. પાંચ માળની આ વાવ સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. અડાલજની વાવ એ ગુજરાતની સ્થાપત્યકલાનો એક અદભૂત નમૂનો છે. તે માત્ર પાણી સંગ્રહવા માટેનું સાધન નહોતું, પરંતુ તે સમયના લોકો માટે આરામ કરવાનું અને સામાજિક મેળાપનું એક કેન્દ્ર પણ હતું. આ વાવ હિન્દુ શાસક રાણા વીરસિંહની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા તેમના પતિની યાદમાં બંધાવવામાં આવી હતી.

સિદી સૈયદ જાળી : તેની પ્રસિદ્ધ જાળી (Sidi Saiyyed ni Jali) માટે જાણીતી મસ્જિદ. આ મસ્જિદનું નિર્માણ ૧૫૭૨-૭૩ માં ગુજરાત સલ્તનતના છેલ્લા વર્ષો દરમિયાન સીદી સૈયદ નામના અબિસીનિયન ઉમરાવ દ્વારા કરવામાં આવ્યું હતું. તે તેની અદ્ભુત પથ્થરની કોતરણી અને બારીઓમાં આવેલી જાળીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

અટલ બ્રિજ : અટલ બ્રિજ (અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ) સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું એક અદભૂત સ્થાપત્ય છે. આ બ્રિજની ડિઝાઇન અમદાવાદના પ્રખ્યાત પતંગ ઉત્સવ પરથી પ્રેરિત છે. ઉપરથી જોતા તે એક વિશાળ માછલી જેવો પણ લાગે છે. બ્રિજની વચ્ચેના ભાગમાં પારદર્શક કાચ (glass floor) લગાવવામાં આવ્યો છે, જેના પર ચાલીને નીચે વહેતી સાબરમતી નદીનો રોમાંચક અનુભવ કરી શકાય છે.

સાયન્સ સીટી : વિજ્ઞાનપ્રેમીઓ માટે ખાસ. અહીં ઇન્ટરેક્ટિવ પ્રદર્શન અને IMAX થિયેટર છે. આ ભારતનું સૌથી મોટું પબ્લિક એક્વેરિયમ છે. અમદાવાદની ગુજરાત સાયન્સ સિટી એ માત્ર મનોરંજન જ નહીં, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટેનું એક અદભૂત કેન્દ્ર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ફેમિલી પિકનિક માટે આ બેસ્ટ જગ્યા છે. જો તમારી પાસે સમય ઓછો હોય, તો એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીને પ્રાથમિકતા આપવી.

હઠી સિંહના દેરા : દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલું હઠી સિંહના દેરા કે જેને હઠીસિંહ જૈન મંદિર પણ કહેવાય છે. તેની ભવ્યતા અને અદભૂત કોતરણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય જિનાલયનું નિર્માણ ઈ.સ. 1848માં અમદાવાદના સમૃદ્ધ જૈન નગરશેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આખું મંદિર સફેદ આરસપહાણ માંથી બનેલું છે. મુખ્ય મંદિરની આસપાસ કુલ ૫૨ દેરીઓ આવેલી છે.


આ પણ વાંચો : Happy birthday Ahmedabad : જ્યાં 600 વર્ષથી પ્રજ્વલિત છે લક્ષ્મીજીની જ્યોત, આ દરવાજાનો જાણો ઇતિહાસ


  • Follow us on: