અમદાવાદ પોતાનો 615માં સ્થાપના દિવસની ઉજવણી કરશે. આગામી 26 ફેબ્રુઆરીના દિવસે સ્થાપના દિવસની ઉજવણીને શહેરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ખાવાના શોખીનો માટે આજે માણેક ચોક ઉપરાંત ઘણા બધા વિકલ્પ છે. પરંતુ વર્ષો પહેલા શહેરની એક રેસ્ટોરન્ટ ખૂબ જ પ્રચલિત હતી. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી 80-100 વર્ષ જૂની "ન્યૂ ઈરાની રેસ્ટોરન્ટ" (New Irani Restaurant) ઓલ્ડ સિટીની એક પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક જગ્યા છે. જે તેની કડક ઈરાની ચા, મસ્કા-બન, અને સ્વાદિષ્ટ બિન-શાકાહારી ગુજરાતી-મુસ્લિમ ભોજન માટે જાણીતી છે. આ સ્થળ મુક્તતા અને સાદગીનું પ્રતીક છે.


ઇરાની રેસ્ટોરન્ટ વિશે રસપ્રદ માહિતી

આ કાફે આશરે 80 વર્ષ કરતાં વધુ જૂનું છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા ઈરાનથી આવેલા બહેરામ ઈરાની દ્વારા આ કાફે બનાવવામાં આવ્યું. . અહીં જૂની શૈલીના ટેબલ-ખુરશી અને ઐતિહાસિક વારસો જોવા મળે છે. આ રેસ્ટોરન્ટની ઈરાની ચા અને માખણવાળા બન-મસ્કા સૌથી વધુ લોકપ્રિય છે. હાલમાં, અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ભીડ જોવા મળે છે. જો કે આ કેફે એક સમયે સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓનું મનપસંદ સ્થળ હતું. જયારે તમે આ કાફેની અંદર જશો તો તે તમને અમદાવાદના ભૂતકાળનો નજારો બતાવશે.

ખાવાના શોખીનો માટે બેસ્ટ સ્થાન

અમદાવાદના ભીડભાડવાળા લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે આ ઈરાની કાફે. ત્યાં જતા લોકો તેને "દિવાલો પર તિરાડોવાળી જૂની ઇમારત" કહે છે. કાફે નજીકના ફકીરોને મફત ભોજન પૂરું પાડવા માટે જાણીતું હતું. આ સ્થળ અમદાવાદના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો એક અનોખો ભાગ છે અને જેઓ પરંપરાગત ઈરાની ચા અને નાસ્તાનો સ્વાદ માણવા માંગે છે, તેમના માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે. ભોજન સાથે રેસ્ટોરન્ટ તરફથી ખાસ સુવિધા એટલે કે સદવ્યવહારના કારણે તે વધુ લોકપ્રિય થયું.


આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: માતા ભદ્રકાળીના આર્શિવાદ થકી અમદાવાદ થયું સમૃદ્ધ, જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ

  • Follow us on: