જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનો શહીદ થયાની દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ આકસ્મિક દુર્ઘટનામાં વીરગતિ પ્રાપ્ત કરનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રીય સંત પૂજ્ય મોરારિબાપુએ ઉંડી સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. ત્રાસવાદ વિરોધી દળનું વાહન સર્ચ ઓપરેશન દરમિયાન કાબૂ ગુમાવતા 200 ફૂટ ઉંડી ખીણમાં પડ્યું હતું. બાપુએ આ ઘટનામાં શહીદ થયેલા પ્રત્યેક જવાનના પરિવારને રૂ. 25,000 લેખે કુલ રૂ. 2,50,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે તેમના ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવશે.




રાષ્ટ્રના રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ

આ ભયાનક અકસ્માતમાં 11 સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. માનવતાના ધોરણે બાપુએ પ્રત્યેક ઈજાગ્રસ્ત જવાન માટે રૂ. 11,000 લેખે કુલ રૂ. 1,21,000 ની સહાયતા રાશિ જાહેર કરી છે. મોરારિબાપુ હંમેશા રાષ્ટ્રના રક્ષકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. તેમણે તમામ દિવંગત આત્માઓના મોક્ષ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે અને દુઃખની આ ઘડીમાં સૈનિકોના પરિવારોને ધીરજ ધરવા માટે સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : હાઇકોર્ટની ફટકાર, ‘સેવન્થ ડે સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે, સુરક્ષાનું શું?’


  • Follow us on: