અમદાવાદના વટવા વિસ્તારમાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો છે..યુવક સાથે લગ્ન કરવા દબાણ કર્યા બાદ યુવકે યુવતી સાથે મારઝુડ શરૂ કરી અંતે યુવકના ત્રાસથી યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે જે મામલે યુવતીના પરિવારજનોએ યુવક વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોહમ્મદ આબીદ મોહમ્મદયામીન શેખની ધરપકડ કરી છે.વટવા સૈયદવાડીના રહેવાસી અને સિલાઇકામ કરીને ગુજરાન ચલાવતા આ આરોપીની વટવા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણના ગુનામાં ધરપકડ કરી છે..આરોપીને વટવા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે યુવતીએ આરોપી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવતા તેના પરિવારજનો સહમત થયા ના હતાં. જેથી યુવતી છેલ્લા બે વર્ષથી તેના પરિવારજનોથી અલગ રહેતી હતી.જ્યાં આરોપી અવારનવાર અવરજવર કરતો હતો. કેટલાક મહીના બાદ યુવતીએ જ્યારે લગ્ન કરવા માટેનું કહેતા આરોપીએ અલગ અલગ બહાના બતાવ્યા હતાં. અને લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં યુવતી લગ્ન કરવા દબાણ કરે તો તેની સાથે મારઝુડ પણ કરતો હતો.
તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી
યુવતીને તેના માતા પિતાએ અનેક વખત સમજાવી હોવા છતાં તે આરોપી સાથે જ લગ્ન કરવાની જીદ્દ કરતી હતી. ઉત્તરાયણના દિવસે મૃતક યુવતી જ્યારે તેના માતા પિતાને ઘરે ગઇ ત્યારે તેણે જાણ કરી હતી કે આરોપી પરિણીત છે, તેના ત્રણ બાળકો છે અને તે લગ્ન કરવા માટે તૈયાર નથી. જો યુવતી લગ્ન કરવાનું કહે તો તેને માર મારે છે. અંતે યુવકના ત્રાસથી યુવતીએ 20મી જાન્યુઆરીના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસને કરતા વટવા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. તપાસ કરતા યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેની તપાસ બાદ પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે..
યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોની પોલીસ ફરિયાદ
આરોપી યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ દારૂ પીધેલી હાલતમાં પકડાઇ ચુક્યો છે.
આ પણ વાંચો------ Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા