સાબરકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે પોલીસ તંત્ર તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને સુરક્ષા વધારવામાં આવી છે.
સાબરકાંઠા કલેક્ટર કચેરીને ઈમેઇલ મારફતે આ ધમકી મોકલવામાં આવી
પોલીસના સૂત્રો અનુસાર, સાબરકાંઠા કલેક્ટર કચેરીને ઈમેઇલ મારફતે આ ધમકી મોકલવામાં આવી હતી. આ જ રીતે આજે સવારે વડોદરા કલેક્ટર કચેરીને પણ સમાન પ્રકારની ધમકી મળી છે.













