સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો એલસીબીએ નોંધી તમામની ધપકડ કરી છે
ચારેયને ઝડપી લેવામાં આવ્યા
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજચોરોનો ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સીતવાડા) ના નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હૂમલો કરી ગંભીર પ્રકારના ગુના આચરતા તેમની વિરૂધ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા એલસીબીએ નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોકની વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરીને ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા.













