સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજરોજ, તા. 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીઓમાં સામાન્ય નાગરિકોની જાણ માટે ઉપલબ્ધ છે.
માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમને મુસદ્દા મતદારયાદી તથા ASD મતદારોની વિગતો પૂરી પાડી હતી.
SIR અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કુલ 11,61,118 મતદારોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી:
* 33,147 મરણ પામેલ મતદારો,
* 11,352 ગેરહાજર મતદારો,
* 44,988 કાયમી સ્થળાંતર પામેલા મતદારો,
* 9,400 બે જગ્યાએ નોંધાયેલા મતદારો,
* 1,023 અન્ય કારણસર EF ફોર્મ જમા ન કરાવેલા મતદારો,
અંતિમ મતદારયાદી તા. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
હકક દાવા અને વાંધા અરજીઓ તથા નોટીસના તબકકા પૂરા થયા પછી, લાયકાત ધરાવતા તમામ મતદારોને સમાવતી અંતિમ મતદારયાદી તા. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
137 નવા મતદાન મથકો ઉમેરાયા
સાબરકાંઠા જિલ્લામાં પુનઃગઠન પહેલાં કુલ 1,282 મતદાન મથકો હતા, જે હવે વધીને 1,419 મતદાન મથકોથઈ ગયા છે, એટલે કે 137 નવા મતદાન મથકો ઉમેરાયા છે.
આ પણ વાંચો---- Gandhinagar : રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIની ખાતાકીય અને શિસ્ત સંબંધિત વિગતો મંગાવવામાં આવી