હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણી આગામી 11 જાન્યુઆરી, 2026ને યોજાશે. બેંકના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ માટેનું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. મતદાન સવાર 8 થી સાંજ 5 કલાક સુધી હિંમત હાઈસ્કૂલ ખાતે થશે, અને સાંજના સમયે મતગણતરી કરવામાં આવશે.


13 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થવા આવી

હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થવા આવી હોવાથી આ ચૂંટણી યોજાઈ રહી છે. જાહેરનામા મુજબ, 13 ડિરેક્ટરોમાંથી 10 જગ્યાઓ સામાન્ય વર્ગ માટે, 2 જગ્યાઓ મહિલાઓ માટે અનામત, અને 1 સ્થાન અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટે અનામત રહેશે. આ સંદર્ભમાં બેંકના નોટિસ બોર્ડ પર ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ મુકી દેવામાં આવ્યો છે.

બેંકનું વાર્ષિક ટર્નઓવર 580 કરોડ રૂપિયા

હિંમતનગર નાગરિક સહકારી બેંકની મુખ્ય શાખા અને છ બ્રાન્ચો કાર્યરત છે. બેંકમાં કુલ 65 કર્મચારીઓ ફરજ બજાવે છે. બેંકનું વાર્ષિક ટર્નઓવર 580 કરોડ રૂપિયા છે, અને હાલ બેંકમાં 32,876 મતદારો અને 1,05,000 ખાતેદારો નોંધાયેલા છે.


આ પણ વાંચો---   Delhi ના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનારા ગુજરાતના 2 યુવકો સામે આરોપો ઘડાયા, ઇન કેમેરા થશે સુનાવણી

  • Follow us on: