સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને 4500 રૂપિયા લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે. હિંમતનગર ACB દ્વારા તેમને ઝડપી લેવાયા છે.


 4500 રુપિયા લાંચની માંગણી કરી

પ્રાપ્ત માહિતી મુજબ, એક ફરિયાદીને ઈંડાની લારી ચલાવવા માટે લાયસન્સ મેળવવાનું હતું. આ માટે તે ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં મમતા કુમારી ખરાડીનેમળ્યા હતા. આરોપી મમતા કુમારી એ લાયસન્સ આપવાનું કહ્યું હતું, પરંતુ તેની જોગવાઈ તરીકે 4500 રુપિયા લાંચની માંગણી કરી હતી.

હિંમતનગર ACB નો સંપર્ક કર્યો

ફરિયાદી આ લાંચ આપવા ના માંગતો હોવાથી તેણે હિંમતનગર ACB નો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. 


આ પણ વાંચો----  Delhi ના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનારા ગુજરાતના 2 યુવકો સામે આરોપો ઘડાયા, ઇન કેમેરા થશે સુનાવણી

  • Follow us on: