સાબરકાંઠા જિલ્લામાં ઝેરી અને કેમિકલયુક્ત દૂધ ઝડપાવાના મામલે આજે હિંમતનગરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંતિજના એક યુવક દ્વારા દૂધની મટકી ફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સલાલ વિસ્તારમાંથી હજારો લિટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપાયું હતું
ગત રોજ પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાંથી હજારો લિટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન જિલ્લામાં કુલ 1300 લીટરથી વધુ ઝેરી દૂધ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.













