હિંમતનગર શહેરમાં સાબરકાંઠા SOG પોલીસે દરોડો પાડીને બનાવટી ચા, બીડી અને સિગારેટના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી કુલ રૂ. 2.41 લાખનો બનાવટી માલ જપ્ત કરવામાં આવ્યો છે.
બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો
SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ તપાસ દરમિયાન અજીત શાહ નામના વેપારી પાસેથી વિવિધ જાણીતી કંપનીઓના નામે બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે અજીત શાહ વિવિધ બ્રાન્ડની ચાની નકલ બનાવી ડુપ્લીકેટ ઉત્પાદનો બજારમાં વેચતો હતો.













