આજે વર્ષ 2025નો અંતિમ દિવસ હોવાથી ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અન્ય રાજ્યોની જોડતી બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ શરૂ થયું છે. સાબરકાંઠામાં રાજસ્થાનની બોર્ડર પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સહિતની ખાનગી એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.


સીસીટીવી કેમેરાથી બાજ નજર

સાબરકાંઠામાં રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. રાજસ્થાનથી ગુજરાતમા પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વિજયનગર રાણી બોર્ડર પર પોલીસે તમામ વાહનોની બારીકાઈથી તપાસ શરૂ કરી છે. રાજસ્થાન બોર્ડર પર ખેરવાડા અને ડુંગરપુરથી ગુજરાતના માર્ગ પર પોલીસ અને સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ચરસ, ગાંજા સહિત વિદેશી દારૂની હેરાફેરીને રોકવા પ્રયાસ કરી રહી છે.

બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

આજે 31મી ડિસેમ્બર હોવાથી સાબરકાંઠાની તમામ બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ ગતિવિધિઓ પર પોલીસ તંત્ર સહિત ખાનગી એજન્સીઓ પણ નજર રાખી રહી છે. બુટલેગરો દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. થોડા સમય અગાઉ ગાંભોઈ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો દારુ ઝડપાયો હતો. જેથી પોલીસ સહિત ખાનગી એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.


આ પણ વાંચોઃ Sanand News : સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણને લઈ કાર્યવાહી, પોલીસે 52 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા


  • Follow us on: