સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં ચાલતી પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપીની પોલીસે ઝડપી લેવાતી સફળતા મળી છે. એ.આર. કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા રોકાણકારોને 3% થી 10% સુધી વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. મુખ્ય આરોપીની અટકાયત પછી વધુ ખુલાસા થવાની શક્યતા છે.
પોલીસમાં 10 જેટલા રોકાણકારોએ ફરિયાદ નોંધાવી હતી
પોલીસમાં 10 જેટલા રોકાણકારોએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર સંચાલકો એ લોકોને ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના લાલચ આપતા હતા. રોકાણ કર્યા પછી 11 મહિના સુધી વળતર કે મૂડી પરત ન કરતા રોકાણકારો હેરાન હતા અને અંતે પોલીસ ફરિયાદ નોંધાવી.
એ.આર. કન્સલ્ટન્સી ઓફિસમાં સર્ચ કર્યા બાદ મહત્વના દસ્તાવેજો કબજે
પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. અગાઉ બે આરોપી ઝડપાયા હતા, પરંતુ મુખ્ય આરોપી આજે ઝડપાયો છે. એ.આર. કન્સલ્ટન્સી ઓફિસમાં સર્ચ કર્યા બાદ મહત્વના દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે. ઉપરાંત 10 જેટલા સાક્ષીઓ પાસેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
3 કરોડ 42 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સંચાલકો રોકાણકારોને સ્થાનિક બેંકો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હતા. સુરત, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના અનેક રોકાણકારો આ પોન્ઝી સ્કીમમાં ફસાયા હતા, જેમાં કુલ 3 કરોડ 42 લાખ રૂપિયાનું રોકાણ હતું.
વધુ તપાસ શરુ
હાલ, મુખ્ય આરોપીની અટકાયત બાદ આગળના દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન હજુ વધુ સંચાલકો અને રોકાણકારોની કડી ખુલવાની શક્યતા વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો---- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે