સાબરકાંઠામાં ઈડરિયો ગઢ પ્રવાસનનું એક જાણિતું સ્થળ છે. આ ગઢ પર અત્યારે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિતનું તંત્ર દોડતું થયું છે. આ ગઢ પર રૂખી રાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. અહીં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાથી અધિકારીઓ દોડતા થયાં છે.


આગથી વન્ય પ્રાણીઓ સહિત પશુ પક્ષીઓના મોત

સાબરકાંઠાના ઈડરમાં સ્થિત ઈડરિયા ગઢ પર અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં આગ લાગી છે તે સ્થળે અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યાં રૂખી રાણીના માળિયા નજીક અનેક પ્રાણીઓ જોવા મળતાં હોય છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવવા પ્રયાસો શરૂ કરી દીધા છે. આગથી વન્ય પ્રાણી અને પક્ષીઓના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કયા કારણે આગ લાગી તે પણ હજુ અકબંધ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સરખેજના આકાશ એસ્ટેટમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો


  • Follow us on: