ખોડલધામ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા.


 ભાઇ તમે એ કરી બતાવ્યું

અનાર પટેલે જણાવ્યું હતું કે આ ભાઇના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને.. દેડકાને ભેગા કરી શકાય પરંતુ પટેલોને નહીં..તે ભાઇ બોલતા પણ અમે કહ્યું કે ભાઇ તમે એ કરી બતાવ્યું

સંસ્થાની ઓળખથી આપણે ઓળખાઇએ છીએ

અનાર પટેલે કહ્યું કે મનભેદ ના હોવો જોઇએ, આપણે તત્વ પકડવું જોઇએ..શબ્દ નહી પણ કાર્ય કરવું જોઇએ. વ્યક્તિ નહી પણ સમાજ મોટો છે..આપણે નહી. આપણે માટે ખોડલધામ મહત્વનું છે. સંસ્થાની ઓળખથી આપણે ઓળખાઇએ છીએ.

 મારી ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગવા નહીં દઉ

તેમણે વધુમાં જણાવ્યું કે મારી ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગવા નહીં દઉ અને ખોડલ માતાની ઈચ્છાથી બધું શક્ય બને છે. અનાર પટેલે નરેશ પટેલના નેતૃત્વને વખાણતા કહ્યું કે, તેમણે હંમેશા માતાજીને આગળ રાખ્યા છે.

નરેશ પટેલને ટેકો આપવો જોઈએ, ટીકા નહીં

અનાર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નરેશ પટેલને ટેકો આપવો જોઈએ, ટીકા નહીં.

વિચાર હોય ત્યાં હોદ્દાની જરૂર નથી

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, વિચાર હોય ત્યાં હોદ્દાની જરૂર નથી અને અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

જેની બહેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાશે

નરેશ પટેલે જણાવ્યું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે મારો પુત્ર ચેરમેન બને તેમજ જેની બહેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાશે

 


આ પણ વાંચો ----  Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

  • Follow us on: