ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંગઠન સ્તરે એક ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના સંગઠન અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે 'ખોડલધામ કન્વીનર મીટ-2026' દરમિયાન આ જાહેરાત કરી હતી.
સંગઠનને વેગ આપવા અનાર પટેલની પસંદગી
ખોડલધામ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અનાર પટેલ હવે ટ્રસ્ટના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજ અને વિસ્તરણની જવાબદારી સંભાળશે. સામાજિક ક્ષેત્રે તેમનો વર્ષોનો અનુભવ ખોડલધામના સામાજિક અને શૈક્ષણિક કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે તેમ માનવામાં આવે છે.













