રાજકોટ શહેરના પારેવડા વિસ્તારમાં પિતાએ 5 વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.


પિતાએ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી

 જાણવા મળ્યું છે કે પિતા વિજય વાળાએ અગાઉ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.

ઝઘડાને લીધે પિતા પુત્રને સાથે લઈ જતા રહ્યો હતો

પરિજનોના જણાવ્યા અનુસાર, કૌટુંબિક ઝઘડાને લીધે પિતા પુત્રને સાથે લઈ જતા રહ્યો હતો અને તે દરમિયાન ઘટના બની ગઈ હતી જેમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી.

પોલીસે તપાસ શરુ કરી

ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતો ઝડપથી બહાર આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો--   Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

  • Follow us on: