રાજકોટના પડધરી તાલુકાના ખોખરી વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જેમાં પિતા-પુત્ર વોકળામાં ડૂબી ગયા હતા. બંનેના મૃતદેહ બહાર કાઢીને તપાસ શરુ કરાઇ છે


16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા

મળેલી માહિતી મુજબ, 6 વર્ષીય અરુણ ડાવર અને તેમના પિતા 27 વર્ષીય રાજેશ જુવાનસિંહ ડાવર 16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા.

પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી મળ્યા

બંને ગુમ થતાં પોલીસે પણ તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન બંને પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી ફુલેલી હાલતમાં મળી આવ્યા છે.

પોલીસે આ મામલે તપાસ શરુ કરી

પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. પોસ્ટમોર્ટમ (પી.એમ.) રિપોર્ટ પછી આ ઘટનાનું સાચો કારણ જાણવા મળી શકે છે.


આ પણ વાંચો----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે


  • Follow us on: