જામનગરના ધ્રોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા એક પરિવારે જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો સામૂહિક આપઘાત કરવાની ગંભીર ચીમકી આપી છે. ધ્રોલ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરના પુત્ર તોસિફ દલ વિરુદ્ધ રેશમાબેન ડોસાણીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધમકીની અરજી આપી હતી.


ફરિયાદ ન નોંધાતા આપઘાતની ચીમકી 

અરજી મુજબ રેશમાબેનના પતિએ તોસિફ દલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. મૂળ રકમ કરતાં વધુ રકમ પરત આપી દીધા પછી પણ તોસિફ દલ દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ધમકીઓ આપવામાં આવી રહી છે. ફરિયાદીએ અનેક વાર પોલીસ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ ન નોંધાતા, અંતે પરિવારે આ ગંભીર પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Jamnagarની જાણીતી સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઢોસામાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગ આવ્યંં એક્શન મોડમાં

  • Follow us on: