વિશ્વની સૌથી મોટી રિફાઇનરી પૈકીની એક એવી જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં સંભવિત આતંકવાદી હુમલાની સ્થિતિને પહોંચી વળવા માટે એક ભવ્ય મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં દેશની ટોચની સુરક્ષા એજન્સીઓએ ભાગ લઈ પોતાની સજ્જતાનું સફળ પ્રદર્શન કર્યું હતું.


રિલાયન્સના સહયોગથી NSGની કવાયત

આ મોકડ્રીલમાં વિવિધ એજન્સીઓ વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું, દેશના આભૂષણ સમાન NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) અને ગુજરાતના સ્પેશિયલ ચેતક કમાન્ડોએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું. રિફાઇનરીની સુરક્ષા સંભાળતી CISF અને જામનગરની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ આ મોકડ્રીલમાં જોડાઈ હતી. રિલાયન્સના આંતરિક સુરક્ષા માળખા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોએ સાથે મળીને બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.

જટિલ પરિસ્થિતિઓનો સામનો કરવા તંત્ર સજ્જ

આ કવાયતનો મુખ્ય હેતુ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત કરવાનો અને જટિલ પરિસ્થિતિઓમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો તેની ચકાસણી કરવાનો હતો. રિફાઇનરી જેવા સંવેદનશીલ સ્થળે આતંકી હુમલા જેવી મુશ્કેલ સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે, તે આ કવાયત દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું. આ સફળ મોકડ્રીલ થકી જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: