જામનગરમાં ટાબરીયા ગેંગનો આતંક સામે આવ્યો છે જેમાં એક જૂથે રેકી કરી બીજા જૂથે ચોરીને આપ્યો અંજામ તો, દુકાનમાં અને બહાર રાખેલી વસ્તુઓની કરી ચોરી, શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, ચોરીની ઘટનામાં ટાબરીયા ગેંગ ચોરી કરતી દેખાઈ રહી છે, જામનગર શહેરના પોશ વિસ્તારમાં તેમજ વાલ્કેશ્વરી નગરીમાં ચોરીની બનાવ બન્યો છે.


જામનગરમાં ટાબરીયા ગેંગે કરી ચોરી

ટાબરિયા ચોરોના એક જૂથે રાત્રીના સમય દરમિયાન વિસ્તારની રેકી કરીને ચોરીને અંજામ આપી ચોરીની ઘટના સામે આવી છે. ટાબરીયાઓ દુકાનમાં અને દુકાનની બહાર રાખેલી ચીજ વસ્તુઓ ચોરી કરતા વેળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોશ વિસ્તારમા ચોરીનો બનતા રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે તો ટાબરી ચોરોના ગેંગને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, વેપારી સવારે દુકાન આવે છે ત્યારે જાણ થાય છે કે દુકાનમાં ચોરી થઈ છે.

  • Follow us on: