અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું જામનગરમાં આગમન થયું છે. જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થતાં સુરક્ષાના ભાગરૂપે સમગ્ર એરપોર્ટને સંપૂર્ણ કિલ્લેબંધીમાં ફેરવવામાં આવ્યું હતું.


ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું એરપોર્ટ પર આગમન

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની અમેરિકન સિક્યુરિટી ટીમ સાથે જામનગર એરપોર્ટથી વનતારા જવા માટે રવાના થયા હતા. તેમનો વીઆઈપી કાફલો મોટર માર્ગે વનતારા તરફ આગળ વધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર વનતારાની મુલાકાત માટે આવ્યા છે. તેમના આગમનને કારણે જામનગર એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Jamnagarના ધ્રોલમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી પરિવારે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી


  • Follow us on: