જસદણ નગરપાલિકામાં ફરજ બજાવતા દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિક્કુભાઇ બારૈયા દ્વારા જસદણ નગરપાલિકાના અધિકારી અને કર્મચારી તેમજ ફરિયાદીને ધાક ધમકી આપતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેના જામીન નામંજૂર કરવામાં આવે અને ફરજમાંથી મુક્ત કરવામાં આવે તેવી દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે.


 મહિલા કર્મચારીએ પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

એક મહિના પહેલા જસદણ નગરપાલિકામાં સાફ-સફાઈ તરીકે કામ કરનારી મહિલા કર્મચારીએ તેમના સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન માં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષ પહેલા નવી નગરપાલિકા બનતી હતી ત્યારે સુપરવાઇઝર દ્વારા મહિલા કર્મચારીને નગરપાલિકામાં સાફ સફાઈ કરવા માટે મોકલેલી ત્યારબાદ વિઝીટના બહાને મહિલા જે રૂમમાં કામ કરતી હતી તે રૂમમાં સુપરવાઇઝર ગયો અને ધાક ધમકી આપી તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઇશ એવો ડર બતાવી અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું .

કલ્પેશની ધરપકડ કરાઇ હતી

મહિલા કર્મચારીએ 16-12-2025 ના સુપરવાઇઝર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને 17-12-2025 ના રોજ તેની ધરપકડ કરાઇ હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવેલો હતો

મહિલા કર્મચારીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી

જસદણ નગરપાલિકામાં દુષ્કર્મ નો ભોગ બનનાર મહિલા કર્મચારીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ લખાવી છે કે પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા જેને મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે પાંચ દિવસ પહેલા જેલમાંથી શરતી જામીન પર છૂટ્યો છે તેના દ્વારા મહિલાને ધમકી આપવામાં આવે છે કે તું ફરિયાદ પાસે ખેંચી લે નહિતર તને અને તારા ઘરવાળાને જાનથી મારી નાખીશ તેમજ નગરપાલિકામાં નોકરી કરવા નહીં દઉં.

સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે

મહિલા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે આ વ્યક્તિના શરતી જામીન નામંજૂર થાય તેમ જ આને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે જો આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મને એને મારા પતિના જીવને જોખમ છે

અધિકારીઓને ધમકી અપાઇ

ખાલી મહિલાને નહીં પણ સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપવામાં આવે છે તેમજ મહેકમ શાખાના અધિકારીને અને બીજા સુપરવાઇઝરને પણ ધમકી આપવામાં આવી છે તેને લઇ નગરપાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા છે જેલમાંથી છૂટ્યા બાદ ચીફ ઓફિસર ની મંજૂરી લીધા વગર નોકરી પર આવી ગયો અને કર્મચારીઓને ધમકાવવા લાગ્યો છે. મહેકમ શાખાના અધિકારી દ્વારા જસદણ નગરપાલિકાના સેનેટરી વોટ્સપ ગ્રુપમાંથી રીમુવ કરતા પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા એ અધિકારી અને કર્મચારીઓને તમને જોઈ લઈ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી ધમકી આપી હતી.

કાયદેસરની કાર્યવાહી કરવાની માગ

 ચીફ ઓફિસર દ્વારા કર્મચારી અને ભોગ બનનાર મહિલા ની અરજીને લઈને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

  • Follow us on: