જૂનાગઢ જિલ્લાના વંથલી વિસ્તારમાં આવેલા મેંગો માર્કેટ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આપઘાત કર્યા બાદ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં યુવકના આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેથી આપઘાતનું કારણ જાણી શકાય.













