પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત એન.સી.સી. ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. ૧૮/૧૧/૨૦૨૫ થી તા.૨૭/૧૧/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો, જેમાં ભારતભરમાંથી અલગ અલગ ૧૩ રાજ્યના ૧૦૧ જેટલા એન.સી.સી. ભાઈઓએ તાલીમ લીધી.
પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગી કમાન્ડીંગ ઓફ્સિર, ૮ ગુજરાત બટાલિયન, સુબેદાર મેજર બલવંતસીંગ, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.













