જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર આજે સવારે બેફામ ડ્રાઇવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવ્યા બાદ આ કાર રોડની બાજુમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીધી ઘૂસી ગઈ હતી.
CCTV ફૂટેજ વાયરલ
કાર દુકાનમાં ઘૂસી જતાં અંદરના માલસામાન અને દુકાનની દીવાલોને મોટું નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.













