જૂનાગઢ એસઓજીની ટીમે બાતમીના આધારે ડુંગરપુર પાસેથી ખામધ્રોળના એક રીક્ષા ચાલકને કોર્ડન કરીને પકડી પાડીને તલાસી લેતા તેની પાસેથી એક લાખની કીમતનો બે કિલો વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, અને આ જથ્થો તેને બે શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું સામે આવતા ત્રણેય ઈસમો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.


૨.૦૨૫ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળ્યો

જૂનાગઢ એસઓજી પી.આઈ.આર.કે.પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે ડુંગરપુર પાસે વોચમાં હતા, તે સમયે ખામધ્રોળ રોડ ઉપર રહેતો ચિરાગ ભગવાનજી ભારાઈ ઉ.૩૫ તેની સીએનજી રીક્ષા લઈને નીકળ્યો હતો, તેને કોર્ડન કરીને પકડી પાડ્યો અને તલાસી લેતા તેની પાસેથી ૨.૦૨૫ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કેનાબીસ) નો રૂ.૧,૦૧,૨૫૦ નો જથ્થો મળી આવતા તે કબજે કર્યો હતો.

વાહીદ હસન પંજા નામના શખ્સે ગાંજો સપ્લાય કર્યો હતો

તેની પૂછતાછમાં ઢાલ રોડનો વાહીદ હસન પંજા નામના શખ્સે સુખનાથ ચોકમાં રહેતા અરબાજ સલીમ સોરઠીયા નામના શખ્સ મારફત ગાંજાનો જથ્થો ચિરાગને સપ્લાય કર્યો હતો, જે હકીકત સામે આવતા ત્રણેય શખ્સો સામે એસઓજીએ તાલુકા પોલીસમાં ગુનો નોધાવ્યો છે, અને ૧.૫૭ લાખનો ગાંજો, રીક્ષા, મોબાઇલ અનર ૧૨૯૦ રોકડ મળીને કુલ રૂ.૧,૫૭,૫૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


આ પણ વાંચો---   Gandhinagar : SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી

  • Follow us on: