સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શિયાળુ વાવેતરની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ખાતરની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતરની તાત્કાલિક જરૂરિયાત સામે અપૂરતા પુરવઠાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....


 સવારથી જ ખાતર ખરીદવા માટે ખેડૂતોની લાંબી લાઈનો

જિલ્લાની વિવિધ એગ્રોની દુકાનો પર વહેલી સવારથી જ ખાતર ખરીદવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખેડૂતોને તેમની જરૂર મુજબ ખાતર ન મળતા ખેતીની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે.

શિયાળુ પાકના ઉત્પાદન પર ગંભીર અસર પડવાની ભીતિ

આ પરિસ્થિતિને કારણે જિલ્લામાં વાવણીની તૈયારીઓ વચ્ચે ખાતરની કટોકટી ઊભી થઈ છે. ખાતરની અછતથી પીડિત ખેડૂતોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ખાતરનો પુરવઠો વધારવાની માંગ કરી છે, જેથી સમયસર વાવેતર કરી શકાય અને પાકને નુકસાન ન થાય. જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે, તો શિયાળુ પાકના ઉત્પાદન પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો---  Surat : ચોંકાવનારી ઘટના, ઘરેથી ભાગેલી સગીરાને દંપતીએ આશરો તો આપ્યો પણ પછી બતાવ્યો અસલી ચહેરો, વાંચો દર્દનાક ઘટના


  • Follow us on: